Tuesday, August 21, 2012

તારી યાદ આવી જાય તો કેવું?


તારી યાદ આવી જાય તો કેવું? યાદ કરતાં જ તું આવી જાય તો  કેવું?

એ તો આવી ગયા અમ જીવન માં, 
આ જનમ માં જ સાત જનમ જેવો જ સાથ નિભાવે તો કેવું?

માંડો જો સરવાળો સાત જનમ નો તો થાય એકવીસ જનમ જેવું, 
એટલો સાથ એનો મળી જાય તો કેવું?

હર જન્મે દઈએ કોલ એક-મેક ને સાત જનમ સાથે રહેવા નાં, 
એ કોલ દેતી વખતે એ પોતાનો સુર મિલાવે તો કેવું?


સંજય જોષી (અંજાન)


No comments:

Post a Comment