ઉગી નવી સવાર થઇ કુદરત રંગીન છલકી બેસુમાર,
વીતી રાત નાં ચૂંટાયેલા પુષ્પો ભુલી છોડે ખીલવ્યા રંગીન પુષ્પો અપાર,
ખીલ્યા રંગીન પુષ્પો ને થઇ ખુશનુમાં સદાબહાર આજની સવાર,
ખેરવી જીર્ણ થયેલા પર્ણો ને વધવા આગળ નવી કુંપણો સાથ વૃક્ષ તૈયાર,
ઉગી નવી સવાર થઇ કુદરત રંગીન છલકી બેસુમાર,
ત્યજી કોશેટા ને પતંગિયું થયું જીવવા નવું જીવન અપાર,
બીડાયેલા પુષ્પો માંથી નીકળી ભમરા કરી ગુંજારવ કરવાં સ્વાગત તૈયાર,
ખંખેરી ને ત્ય
જી આળસ કરી કિલ્લોલ થયા પંખી તૈયાર,
ઉગી નવી સવાર થઇ કુદરત રંગીન છલકી બેસુમાર,
ચાલો આપણે પણ સીખીયે આ કુદરત પાસે થી કઈક નવું આજ,
ખેરવી કડવી યાદો નાં પર્ણો ને ખીલવીએ ખુશી નાં પુષ્પો અપાર,

સંજય જોષી (અંજાન)

No comments:
Post a Comment